રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ભારતીય જનતા પાર્ટી ના આદ્યસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે આજે તેમની તસ્વીર પર પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ નર્મદા જિલ્લા ભાજપાના ૬ મંડલ ની ઈ બુક નું લોન્ચિંગ કરવામાં આવ્યું જિલ્લા ના રાજપીપલા શહેર,ડેડીયાપાડા, તિલકવાળા,ગરુડેશ્વર, નાંદોદ અને સાગબારા દ્વારા લોકડાઉન દરમ્યાન ૪૫ દિવસ સુધી સેવા કર્યો કરવામાં આવ્યા જેમાં ખાસ કરીને અનાજ ની કીટ નું વિતરણ ,રાશન કીટ વિતરણ , માસ્ક વિતરણ,સેનેટાયઝર ની બોટલ નું વિતરણ,ભૂખ્યા ને જમવાનું જેવા અનેક સેવા કર્યો કરવામાં આવ્યા જે વિસ્તારો માં જે પણ ચીજ વસ્તુ ની જરૂરિયાત ઉભી થાય તે રાજપીપલા શહેર ભાજપા ના કાર્યકર્તાઓ પુરી પાડતા હતા લોકડાઉન માં લોકો ને પડતી તકલીફો નું નિવારણ કાર્યકર્તાઓ કરતા જ હતા નર્મદા જિલ્લા માંથી પસાર થતા પ્રવાસી શ્રમિકો માટે રહેવાની વ્યવસ્થા ,જમવાની વ્યસ્થા હોઈ કે પછી બીજી કોઈ પણ વસ્તુ ની જરૂરિયાત હોઈ આ તમામ જરૂરિયાત પૂરી કરવામાં નર્મદા જિલ્લા ભાજપા નો કાર્યકર્તા કદી પાછળ પડ્યો નથી ન દિવસ જોયો છે કે ન રાત જોઈ છે ખબર પડતાં ની સાથે જ સેવા માટે કાર્યકર્તા પહોંચી જતો હતો એ તમામ સેવા કર્યો ની ઈ બુક પ્રદેશ ભાજપા ના આદેશ મુજબ આઈ ટી સોશિયલ મીડિયા દ્વારા બનાવવામાં આવી હતી જેનું લોન્ચિંગ સાગબારા મંડલ નું ઘનશ્યામભાઈ દેસાઈ ના હસ્તે, રાજપીપલા શહેર ની એ બુક નું લોન્ચિંગ જિલ્લા ના મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું હતું જયારે ગરુડેશ્વર મંડલની એ બુક નું લોન્ચિંગ પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી ના હસ્તે,તિલકવાળા ની ઈ બુક નું લોન્ચિંગ જ્યેન્દ્ર પ્રજાપતિ ના હસ્તે,ડેડીયાપાડા ખાતે ઈ બુક નું લોન્ચિંગ પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા ના હસ્તે અને નાંદોદ મંડલ ની ઈ બુક નું લોન્ચિંગ નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ લોન્ચિંગ કાર્યક્રમ માં ડેડીયાપાડા ના પ્રમુખ માનસિંગભાઈ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા,મનજીભાઈ વસાવા,સાગબારા પ્રમુખ મોતીસિંગભાઈ વસાવા,યુવા મોરચા ના પ્રમુખ ચંદ્રકાંત લુહાર,રાજપીપલા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી અજિત પરીખ,રાજેન્દ્ર પટેલ,મહિલા મોરચા ના મનીષા ગાંધી,નગર પાલિકા ના કોર્પોરેટર કિંજલ તડવી,પ્રતીક્ષા પટેલ,નાંદોદ મંડલ ના પ્રમુખ અરવિંદ પટેલ,મહામંત્રી અશોક વલવી, રંજનબા ગોહિલ,તિલકવાળા મંડલ પ્રમુખ બાલુભાઈ બારીઆ,નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જ્યેન્દ્ર પ્રજાપતિ,વલ્લભભાઈ જોશી સહિત ના કાર્યકર્તાઓ જોડાયા હતા .