રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોય મંદિર દ્વારા વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવો અધિક પુરુષોત્તમ માસ ચાલતો તેમાં ઉજવાય છે જેમાં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ની રામ નવમી નિમિત્તે ડાકોર મંદિર માં મુબઈ ના એક વૈષ્ણવ રાજીવ ગોપાલ બજાજ દ્વારા કુંજ મનોરથ ડાકોર મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો જેનું આયોજન વિષ્ણુભાઈ સેવક દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ને ગોપાલ લાલજીને બંગલા કુંજ મનોરથમાં બીરાજમાન કરવામાં આવ્યા હતા અને ભોગ થાર ધરવામાં આવ્યો હતો.