રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
કેનેરા બેકનું એ.ટી.એમ બન્યું શોભાના ગાંઠિયા સમાન કર્મચારીઓ કહે બે દિવસમાં શરુ થઇ જશે પણ એ.ટી.એમ બંધનું બંધ જોવા મળ્યું
ઉના ના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ કેનેરા બેંક આવેલ છે લોકોને રોજ બરોજ બેંકમાં વ્યવહારો કરવા પડતા હોય કેનેડા બેંકના ખાતેદારોને તાલુકામાં પણ અસંખ્ય ખાતેદારો છે તેમાં વેપારી વર્ગ થી લઈને ખેડૂત અને મજૂર વર્ગના ખાતેદાર હોય છે ત્યારે આજના યુગમાં અને આધુનિક જમાનામાં સૌથી સરળ પૈસા ઉપાડવા માટે તે છે એ.ટી.એમ તેનાથી સરળ રીતે લોકો પોતાનો વ્યવહાર પૈસા ઉપાડ્યા જમા કરાવી શકે છે.
ઉની ની કેનેરા બેંક એટીએમ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે અહીં લોકોને જીવન જરૂરિયાત મુજબ પૈસા ઉપાડવા પડતા હોય છે વહેવારો કરવા પડતા હોય છે. જ્યારે કેનેરા બેન્કનું એ.ટી.એમ છેલ્લા કેટલા સમયથી બંધ હોવાના કારણે ગ્રાહકોને અવાર નવાર મુશ્કેલી સર્જાઈ છે. હવે જોવું રહ્યું કે ટી એમ ક્યારે ક્યારે ખુલશે અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ક્યારે દુર થશે.