વીજળી મળતી નથી ત્યાં હવે ખાતરના ભાવથી ખેડૂતોને મોકાણ, ડીઝલ બાદ ખાતર 285 સુધી મોંઘું થયું.

Gandhinagar Latest

દિનપ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે,ખેડૂતોને કૃષિ કામ માટે ડીઝલ વાપરવું દોહ્યલુ થઇ ગયું છે,આટલું ઓછું હોઇ તેમ ખાતરમાં પણ ડી.એ.પી.માં રૂ. 150 અને એન.પી.કે.માં રૂ. 285 નો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાને કારણે રાજયના 58 લાખ ખેડૂતો પર ભાવ વધારાનો બોજો આવ્યો છે. ખેડૂતોને 8 કલાક વિજળી આપોની માગ સાથે તાજેતરમાં વિધાનસભામાં પણ વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ ભાવ વધારાને વખોડી કાઢયો છે અને કોંગ્રેસના પ્રવકત્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે,ખેડૂતોની પડતા પર પાટું જેવી સ્થિતિ છે. પાકને પાણી પુરું પાડવા માટે વીજળી આવશ્યક છે, આમછતા વીજળી ન મળતી હોવાથી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ખેડૂતો પાક બચાવવા મથી રહ્યા છે ત્યારે રાજય સરકારે ડીઝલના ભાવ વધારીને પણ તેમને દઝાડયા છે. ખેડૂતોની આવી દયનીય સ્થિતિ વચ્ચે રાજય સરકારે ડી.એ.પી. અને એન.પી.કેના ખાતરના ભાવમાં પણ વધારો કર્યો છે. ડીએપીમાં રૂ. 150નો વધારો કરતા રૂ. 1350નો ભાવ અને એન.પી.કે.માં રૂ. 285નો ભાવ વધારો કરવામાં આવતા કિંમત રૂ. 1470 પર પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *