નર્મદા: કરજણ ડેમની સપાટી ૧૧૪.૨૧ મીટરે નોંધાઇ..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

કુલ લેવલ ૧૧૪.૨૦ મીટર જાળવવા માટે ડેમના કુલ ૨ ગેટમાથી ૨૧.૯૮ કયુશેક અને હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી ૩૬૨ કયુશેક સહિત કુલ ૨,૫૬૦ કયુશેક પાણી છોડાઇ રહયું છે

આજદિન સુધીમાં કરજણ જળાશયના હાઈડ્રોપાવર સ્ટેશનથી કુલ ૧૩.૬૭ કરોડ યુનિટ વિજ ઉત્પાદન: સરકારને રૂ. ૩.૭૫ કરોડની રાષ્ટ્રીય આવક થઈ તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી. મહાલે ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૧૫૦ ટકા જેટલો વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે.

જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં સરેરાશ ૪’’ થી ૫’’ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળાશયમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થવાના કારણે આજે તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કરજણ જળાશયની સપાટી ૧૧૪.૨૧ મીટરે નોંધાવા પામી છે. જયારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૯૪.૩૫ ટકા, પાણીની આવક ૫,૪૧૦ અને રેડીયલ ગેટ નંબર ૨ અને ૪ એમ કુલ ૨ ગેટમાંથી ૨,૧૯૮ કયુશેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી ૩૬૨ કયુશેક સહિત કુલ ૨,૫૬૦ કયુશેક પાણી રૂલ લેવલ ૧૧૪.૨૦ મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે. તેમજ ચાલુ વર્ષે અંદાજે ૬૦ વખત ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કરજણ બંધના ૨ પેનસ્ટોક આધારિત સ્મોલ હાઈડ્રોપાવર સ્ટેશન ૩ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. આ હાઈડ્રોપાવર વર્ષ ૨૦૧૧ થી કાર્યરત છે. કરજણ જળાશયમાંથી સરેરાશ ૪૫૦ ક્યુશેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટ વીજ ઉત્પાદનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આજદિન સુધીમાં કરજણ જળાશયના હાઈડ્રોપાવર સ્ટેશનથી કુલ ૧૩.૬૭ કરોડ યુનિટ વિજ ઉત્પાદન થયેલ છે, જેમા સરકારશ્રીને રૂ. ૩.૭૫ કરોડની રાષ્ટ્રીય આવક થઈ છે. સદરહું હાઈડ્રોપાવરમાંથી થયેલ વીજ ઉત્પાદન જી.ઈ.ટી.સી.ઓ સબ સ્ટેશન રાજપીપલાને પુરૂ પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *