કરજણમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલનો પ્રહાર

Latest

ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરજણ ખાતે પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. ત્યારે કરજણ તાલુકાના કુરાલી ગામે નાતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. એ દરમિયાન અજાણ્યા વ્યક્તિ ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું. ચપ્પલ ફેકનાર યુવક પોલીસની હાજરીમાં પણ ચપ્પલ ફેંકી ફરાર થઈ ગયો હતો આ ફરાર થયેલા યુવકની હવે પોલીસ શોધખોળ કરી રહી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા. તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું હતું કે નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું. કમળ લોહી ચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે.

માર્ચ 2017માં ગાંધીનગર વિધાનસભા બહાર પત્રકારોને સંબોધી રહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી પર ચંપલ ફેંકનારા યુવકની ઓળખ ગોપાલ ગોરધનભાઇ પટેલ (ઇટાલિયા) તરીકે થઇ હતી. જો કે તે વખતે પ્રદિપસિંહને ચપ્પલ વાગ્યું નહોતું.

સુરતના યોગીચોક વિસ્તારમાં ધારીની પેટાચૂંટણી માટે મત માંગવા આવેલા કાકડીયાની સભા પર પણ ઈંડા ફેંકવામાં આવ્યાં હતાં. જો કે તેમાં પોલીસે ગુનો નોંધીને બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સાથે જ કોંગ્રેસના કોર્પોરેટરના પતિની પણ ઈંડા ફેંકવના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *