રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગોઠડાગામમાં આવેલ હજરત સૈયદ જમાલોદ્દીન દાદાની ઉર્ષ મુબારક પર સંદલ શરીફ ચઢાવી ઉજવણી કરવામાં આવી હતી. જેમનો સંદલ અને ઉર્ષ ઇસ્લામી તારીખ ૨૯ મા ચાંદના રોજ મનાવવા મા આવે છે અને આ રશમ રિવાજ તમામ ગોઠડા મુસ્લિમ ગરાસિયા કમીટીના દ્રારા કરવામાં આવી હતી. અને હાલમાં દેશભરમાં કોરોના સંક્રમણ ના મહામારી ચાલી રહી છે. ત્યારે સંદલ ઉર્ષ દરમ્યાન સરકાર ની ગાઇડલાઇન મુજબ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યો હતો. તેમજ કોરોના ની તકેદારીના પગલાં લેવામાં આવ્યાં હતાં અને તમામ હિન્દુ મુસ્લિમ સામપ્રદારીનુ આસ્થા નુ કેન્દ્ર છે દરગાહ પર અકીદત મંદો આવે છે.લોકો તેમની તમામ પ્રકારની સમસ્યા આે દરગાહ પર આવી માનતા રાખે છે ગોઠડાના સરપંચ સૈયદ મહમદ, અલી વજીર અલી તેમજ ડે, સરપંચ ચૌહાણ બાબર ભાઇ તેમજ કમીટીન સભ્યો તેમજ ગામના લોકો હાજરી આપી હતી.