રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
તાજેતરમાં જ ડભોઇ નગરમાં કોવીડ હોસ્પિટલ માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. સદર ખાનગી હોસ્પિટલ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આવેલી છે. જેથી મંજૂરી મળતાંની સાથે જ સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને તેઓએ અગાઉ આ કોવીડ હોસ્પિટલની મંજૂરી મુદ્દે વિરોધ દર્શાવતું આવેદનપત્ર સ્થાનિક રહીશો દ્વારા આપવામાં આવ્યું હતું અને આજરોજ આ હોસ્પિટલની આજુબાજુમાં ગંદકીના મુદ્દે રહીશો દ્વારા ડભોઇના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારની મહિલાઓએ નાયબ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું છે. તેમાં તેઓના જણાવ્યા મુજબ કોવીડ હોસ્પિટલના દર્દીઓ આ ગંદકી કરી રહ્યા છે અને તેઓએ હોસ્પિટલના સત્તાધીશો ને કહેવા છતાં ગંદકીની સફાઇ થઇ રહી નથી .જેથી આજુબાજુના રહીશોને કોરોના આવશે તો તે અંગેની હોસ્પિટલના સત્તાધીશો જવાબદાર રહેશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમ આ મંજૂર થયેલી કોવિડ હોસ્પિટલ શરૂઆતથી વિવાદમાં પામી છે.