બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૫:૦૦ કલાકે પાણીનો ઇન્ફલો ૧.૩૩ લાખ કયુસેક જેટલો નોંધાયેલ છે. અને ડેમની જળસપાટી સાંજે ૫:૦૦ કલાકે ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ છે. હાલમાં રિવરબેડ પાવર હાઉસના ૬ ટર્બાઇન ૨૦૦ મેગાવોટની કેપેસીટીએ ૧૨૦૦ મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી રહયા છે, જેના લીધે ૪૨ હજાર કયુસેક જેટલો પાણીનો પ્રવાહ ભરૂચ તરફ વહી રહયો છે. આજ પ્રમાણે કેનાલ એડ પાવર હાઉસમાં ૫૦ મેગાવોટના ૩ ટર્બાઇન ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહયા છે, જેના કારણે ૧૩ હજાર કયુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહયો છે. તદઉપરાંત ડેમના ૧૦ દરવાજા ૦.૭ મીટર એટલે કે ૭૦ સે.મી. ખૂલ્લા છે, જેના કારણે ૫૨ (બાવન) હજાર કયુસેક જેટલા પાણીનો પ્રવાહ ડેમના દરવાજામાંથી ભરૂચ તરફ વહી રહયો હોવાની જાણકારી નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.