રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
23 તળાવો અને ચેકડેમ ના કામો હાથ ધરાતા 7500 મજુરોને રોજગારી આપવામાં આવી.
છેલ્લા ત્રણ સપ્તાહમાં 28140 લોકોને રોજગારી આપવામાં આવી, રૂપિયા 26,73, 300ની શ્રમિકોને ચુકવણું કરવામાં આવ્યું.
સાગબારા તાલુકામાં કોરોનને મહામારી મનરેગા યોજના શ્રમિકો માટે જીવાદોરી સમાન આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહી છે.
સાગબારા તાલુકામાં કોરોનને મહામારી મનરેગા યોજના શ્રમિકો માટે જીવાદોરી સમાન આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહી છે.સાગબારા તાલુકામાં મનરેગા યોજના હેઠળ 31 ગ્રામ પંચાયતોમાં સુજલામ સુફલામ અંતર્ગત અને જમીન સંરક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
આશરે 7500 મજુરોને રોજગારી આપવામાં આવી છે. જળસંચય અને જમીન સંરક્ષણના કામો જેવા કે માટીપાળ, પથ્થરપાળ અને જમીન ના કામો આશરે 12000 જોબ કાર્ડ ધારકોને રોજગારી આપવામાં આવી છે.
સાગબારા તાલુકામાં કોરોનાનો કોઈ કેસ ન હોવાથી જીવન જરૂરિયાત માટે મનરેગા યોજના થકી લોકોને નાણા મળી રહે તે માટે તાલુકા વિકાસ અધિકારીએ અગોતરવું આયોજન કરી લોકોને જીવન ઉપયોગી ચીજવસ્તુઓ મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મનેરેગાના શ્રમિકોને જરૂરી માસ્ક ઉપલબ્ધ કરાવવી જરૂરી સામાજિક અંતર જાળવી રાખે કામ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શ્રમીકોને વર્ષ 2020-21 માં વર્ષમાંની ગાઈડ લાઈન પ્રમાણે 220 રૂપિયાનું મહેનતાણું પ્રમાણે મહેતાના ચૂકવવામાં આવ્યા હતા. આમ એકંદરે છેલ્લા ત્રણ સપ્તાહમાં 28140 લોકોને રોજગારી આપવામાં આવી છે જે થકી 26,73, 300/- રૂ.નું શ્રમિકોને ચુકવણું કરવામાં આવેલ છે. સાગબારા તાલુકામાં મોટો આંકડો છે . આમ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં કોરોનાની મહામારીમાં મનરેગા યોજના શ્રમિકો માટે જીવાદોરી સમાન આશીર્વાદ રૂપ પુરવાર થઇ છે.