રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા શહેરના ધારનાથ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે તો તંત્ર દ્વારા આજદિન સુધી હજુ પાણી નો કોઈ પણ પ્રકાર નો નિકાલ કરવા મા આવ્યો નથી ધારનાથ સોસાયટી ના લોકો દ્વારા અનેક રજૂઆતો કરી હતી પણ તંત્ર અને નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી નગરપાલિકા ને ન્યાય મામલતદાર તેમજ કલેકટર ને અનેક રજૂઆતો કરી હતી પણ આજ દિન સુધી પાણી નો નિકાલ કરવા મા આવ્યો નથી ત્યારે હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે ધારનાથ સોસાયટીમાં ગોઠણ ગોઠણ પાણી ભર્યો છે ત્યારે મહિલા ઓ ને શાકભાજી લેવા જવા દવણા દળાવા જવા ત્યારે મોટી મુશ્કેલી ઉભી થઈ છે અને રોગો પણ વધવા લાગ્યા છે ત્યારે નગરપાલિકા પ્રમુખ પણ ધારનાથ સોસાયટીમાં રહે છે ત્યાં ના લોકો નુ કહેવુ છે કે રોડ નો બનાવી આપે તો કાઈ નહીં પણ માત્ર પાણી નો નિકાલ તો કરી આપે અત્યારે છેલ્લા ત્રણ મહિનાથી ધારનાથ સોસાયટીમાં પાણીના તળાવો ભર્યા છે ત્યારે સ્થાનિક લોકો ને રોગચાળો ફાટી નીકળી તેનો ડર પણ ઉભો થયો છે ત્યારે ધારનાથ સોસાયટી ના લોકો નગરપાલિકા અને ધારાસભ્ય પર રોષે ભરાયા હતા.