રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ગુજરાત ભારત તેમજ સમગ્ર વિશ્વની અંદર કાળો કહેર ફેલાવનાર કોરોના વાયરસ ઉપલેટામાં પણ ગતિ પકડી રહ્યો છે ત્યારે ઉપલેટામાં પણ પોઝિટિવ કેસોનો આંકડો 500 એ પહોંચવા આવ્યો છે ત્યારે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ નું કહેવું છે કે લોકો જ્યારે બહાર નીકળે ત્યારે માસ્ક, સામાજિક અંતરનું પાલન ઉપરાંત જરૂરી ન હોય તો કામ વગર બહાર નીકળવું નહીં સાથે જ તમામ વસ્તુઓ ની સાવચેતી સાથે સાથે આરોગ્યની ટીમ જ્યારે તપાસ માં આવે તો તેમને પૂરતો સહયોગ આપવો તેમની સૂચનાનું પાલન કરવું અને કોરોનાથી બચી સુરક્ષિત રહો જેમાં આપનું અને આપના પરિવારનું તેમજ શહેરનું કલ્યાણ છે. માટે દરેક લોકોએ સાવચેતી અને માસ્ક પહેરી બહાર નીકળવું અને જરૂરી ન હોય તો ન જ નીકળવું અને સાથે સેનેટાઈઝર રાખવું જેથી કરીને સંક્રમણ ફેલાય તો અટકાવી શકાય અને સામાજિક અંતર રાખો જેથી કરીને કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો કોરોનાથી બચી શકાય આ બીમારીથી ડરવાની જરૂર નથી જરૂર છે તેમની સામે લડવાની તેવું પાલિકા પ્રમુખે અપીલ કરેલ છે.