રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
ગુજરાત માં દારૂ ના દુષણ ને બનવા માટે પોલીસ વડા દ્વારા દારૂ જેવું ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવામાટે જણાવ્યું છે તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબનાઓ એ પ્રોહી / જુગાર ની બદીઓને નાબુદ કરવા કરવા આપેલ સુચના મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પો.ઇન્સ . એમ.એન.રાણા સાહેબના શીધા માર્ગદર્શન હેઠળ પો.કોન્સ.રહીમભાઇ દલ તથા પો.કોન્સ . પ્રણયભાઇ સાવરીયા ને હકીકત મળેલ હોય કે એક ટ્રક બહારના રાજય ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાના હોય જેવી હકીકત આધારે આટકોટ વિસ્તારમાં વોચમાં રહી ટ્રક ને વીદેશીદારૂની બોટલ નંગ ૬૦૦ સાથે બે આરોપીઓને પકડી પાડેલ છે . (૧) વિજય અમુભાઇ કલાડીયા રહે . જામનગર સાઇબાબાના મંદીર પાસે (ર) આરીફભાઇ સીદીકભાઇ સાયાણી ને સ્થળ પર જ ઝડપી પાડ્યા છે જયારે અજુ (૩) વીરાજભાઇ પ્રવિણભાઇ રાણા રહે . ઢસા (૪) ચીરાગભાઇ રાજેશભાઇ વ્યાસ રહે . ગાંધીનગર (૫) સમીર રાવકડા ને પકડવાના બાકી છે પોલીસ એ જુદી જુદી બ્રાન્ડની વિદેશીદારૂ ની બોટલ નંગ ૬૦૦ કી.રૂ. ૧,૮૦,૦૦૦ સાથે એક મોબાઇલ કી.રૂ. ૫૦૦, ટ્રક કી.રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૧,૮૦૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.