આજે કોરોના મુક્ત બન્યો નર્મદા જિલ્લો…

Corona Daxin Gujarat Latest Narmada
રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં કોરોના રિકવરીરેટ 100 ટકા થયો.

12 દર્દીમાં છેલ્લા પોઝિટિવ ભદામ ગામની મહિલા શ્રેયાબેન પટેલને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપતા મેડિકલ સ્ટાફે તાળીઓથી તેને વધાવી

આરોગ્યવાન માં બેસાડી તેને ઘરે પહોંચાડતા ગ્રામજનોએ તેનું સ્વાગત કર્યું.

અત્યાર સુધીમાં 1100 ટેસ્ટ કરાયા 12 સિવાયના તમામ નો રિપોર્ટ નેગેટિવ, ડો. કશ્યપ.

નર્મદા જિલ્લામાં કોરોના ૧૨ પૈકી એકમાત્ર પોઝિટિવ દર્દી શ્રેયાબેન મનહરભાઈ પટેલ સાજા થઇ જતા આજે તેમને કોવીડ હોસ્પિટલ રાજપીપલામાંથી તેમને રજા અપાઈ હતી. આજે 11 વાગે કોવિડ હોસ્પિટલમાંથી કોરોના મુક્ત બનેલા શ્રેયાબેન અને મુખ્ય આરોગ્ય અધિકારી ડો કે.કે.પટેલ એપેડેમીક ઓફીસર ડો. કશ્યપ અને રાજપીપળા સિવિલ હોસ્પિટલના સર્જન જ્યોતિ ગુપ્તા તથા મેડીકલ સ્ટાફની હાજરીમાં તાળીઓના ગડગડાટ સાથે વધાવી તેમનું સ્વાગત કરાયું હતું અને તેમને તેમના ઘરે રવાના કરાયા હતા.


આ સાથે નર્મદાના તમામ પોઝિટિવ કેસ સાજા થઇ જતા હવે નર્મદામાં એક પણ પોઝિટિવ કેસ રહ્યો નથી એમ મુલાકાતમાં એપેડેમીક ઓફીસર ડો. કશ્યપે માહિતી આપતાં જણાવ્યું હતું કે ૨૩મી એપ્રિલે છેલ્લો કેસ નર્મદામાં પોઝિટીવ રહ્યો હતો ત્યાર પછી કોઈ પણ કેસ પોઝિટિવ આવ્યો નથી ૨૧ દિવસમાં એટલે કે આગામી ૧૪મી સુધી કોઈ કેસ પોઝિટિવ ન આવે તો નર્મદા જિલ્લો ગ્રીન ઝોનમાં આવી શકે છે. અત્યાર સુધીમાં 1100 ટેસ્ટ કરાયા છે તે પૈકી ૧૨ કેસ પોઝિટિવ આવ્યા હતા બાકીના બધા જ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે 104 ટેસ્ટ કર્યા હતા આજે 20 જણાના ટેસ્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું, આજની તારીખે એક પણ કેસ નર્મદામાં પોઝિટિવ નથી છતાં રોજેરોજ ટેસ્ટીંગ કરાશે આમ. હવે નર્મદા જિલ્લામાં કોરોના ની રિકવરી રેટ 100 ટકા થયો હતો.
આ કોરોનાની લડાઈ જીતના શ્રેયાબેન એ જણાવ્યું હતું કે મને હોસ્પિટલમાં ખૂબ સારી ટ્રીટમેન્ટ મળી હતી હું સારી થઈ ને ઘરે જાઉં છું મારે લોકોને એટલું જ કહેવું જ છે કે કારણ વગર ઘરની બહાર નીકળશો નહીં માસ્ક પહેરો, સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ રાખો સરકારના નિયમો નું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
તમામ જેટલા કોરોના યોદ્ધાઓએ કોરોના ની લડાઈ જીતી જતા આજનો દિવસ રાજપીપળા આરોગ્ય અને વહીવટીતંત્ર માટે કોરોના મુક્ત નર્મદા બનતા એક રાહત આપનારો દિવસ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં 15 મી એપ્રિલે બે કેસ પોઝિટિવ જાહેર થયા હતા. બીજે દિવસે 16 મી એપ્રિલે એકીસાથે 7 નવા કેસો ઉમેરાયા હતા ત્યાર પછી 17 મી એ 2 કેસ નોંધાયા હતા, ત્યારબાદ 18થી 22 મી સુધી કોઈ કેસ નોંધાયો નહોતો ત્યારબાદ 23 મી એપ્રિલે વધુ એક ભદામ ગામે કેસ નોંધાયો હતો, આમ નર્મદા કુલ 12 પોઝિટિવ કેસો નોંધાતા નર્મદાનું આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર સજ્જ બન્યું હતું, જેમાં લોકડાઉન ની સાથે પોઝિટિવ ગામના વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફરઝોન જાહેર કરી લોકોને બહાર નીકળવાના નિયમો કડક બનાવ્યા હતા જેને કારણે તમામ પોઝિટિવ કેસો સાજા થયા હતા.
જેમાં દેડીયાપાડા ડુમખલ ની 60 વર્ષિય વૃદ્ધાની ગોત્રી વડોદરા હોસ્પિટલમાં રિફર કરાયા હતા ત્યાં તેને પણ ગઈકાલે સારા થઈ જતા તેમને તેમના ગામ ડુંમખલ ખાતે રજા આપી ૧૪ દિવસ માટે હોમ કવોરેન્ટાઇન કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *