વડોદરા: સાવલીના તુલસીપુરા ગામ ની આદિવાસી મહિલા સરપંચ દ્વારા સરકારની મનરેગા યોજના અંતર્ગત વૃક્ષારોપણ કરાવી બિનકુશળ ગ્રામીણ શ્રમજીવી પરિવારોને રોજગારી અપાઈ.

Latest vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા

સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામપંચાયત ના આદિવાસી મહિલા સરપંચ એ કોરોનાકાળ અને વરસાદ ની અતિવૃષ્ટિ ના કારણે રોજગારી ન મળવા ના કારણે આર્થિક તંગી અનુભવતાં બિનકુશળ ગ્રામ્ય શ્રમજીવી પરિવારો ને રોજગારી મળી રહે તે શુભ આશયથી મનરેગા યોજના અંતર્ગત ગામતળ માં આવેલી જગ્યા માં સફાઈ,સમતળ,ખાડા ખોદી વૃક્ષા રોપાવી ખાતર નાખવા જેવી કામગીરી કરાવી ગામના બિનકુશળ ૫૦ થી વધુ મજૂરો ને રોજગારી આપી હતી

તુલસીપુરા ગ્રામપંચાયત ના મહિલા સરપંચ સીમાબેન,મહેશભાઈ તલાવીયા એ કોરોના સંકટ ના મહાલોકડાઉન ના સમય એ પણ મનરેગા યોજના અંતર્ગત તુલસીપુરા ગ્રામપંચાયત ના પેટાપુરા નરભાપુરા ગામના તળાવ ને ચોમાસા પહેલા મનરેગા યોજના હેઠળ વધુ પાણી સંગ્રહ થાય અને ગ્રામીણ મજૂર ને રોજી મળી રહે તે આશય થી ગામતળાવ ઊંડું કરાવી શ્રમિકો ને રોજગારી આપી હતી

આ કામ માં સરકારશ્રી ની કોરોના મહામારી મા સુરક્ષા માટે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ દરેક શ્રમજીવી ને સેનેતાઈઝર માસ્ક આપી સોસિયલ ડિસ્ટનસિંગ નું પાલન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *