રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા કાળા ઘોડાથી જકાતનાકા જતો માર્ગ પ્રથમ વરસાદ માંજ ધોવાઈ જાય છે છતાં આ માર્ગ સી સી નહિ બનાવતા વાાહન ચાલકો ને મુશ્કેલી માં મુકાયા છે. રાજપીપળા શહેર માં માર્ગ અને મકાન વિભાગ ની હદ માં આવતા કેટલાક માર્ગ દર વર્ષની જેમ આ ચોમાસા ની શરૂઆત માંજ ધોવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને દર વર્ષે સંતોષ ચાર રસ્તા પાસેના માર્ગ પર વરસાદ પડતાજ મોટા ખાડા પડી જતા હોય આ ખાડા માં પાણી ભરાય છે જેના કારણે વાહન ચાલકો ખાડા માં પટકાઈ છે અને તંત્ર ની લાપરવાહીના કારણે અકસ્માત થતા લોકો ઇજા પામે છે છતાં વર્ષો થી આ સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ લવાતું નથી ત્યારે વડીયા જકાતનાકા થી કાળા ઘોડા સુધી નો માર્ગ જો ડામર ની જગ્યા એ સી.સી રોડ બનાવાય તો આ કાયમી તકલીફ નો અંત આવે એમ લોકો નું માનવું છે પરંતુ દર ચોમાસા માં પડતા ભુવા ઉપર માટી અને ત્યારબાદ મેટલ નાખી ડામર પાથરતું તંત્ર દર વર્ષે મરામત પાછળ ખોટો ખર્ચ કરે છે.માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા શું આ રોડ બનશે કે કેમ તે હવે જોવાનું રહ્યું છે.