રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામના વચલા ફળિયામાં ખખડધજ રસ્તો હોવાને કારણે ગામ લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ગામ લોકો દ્વારા આ.સી.સી રોડ બનાવવા માટે છેલ્લા દસ વર્ષ થી રજુઆત કરવાં માં.આવી રહી છે તેમ છતાં રોડ નું કામ ચાલુ ન થતા ગામ લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
તિલકવાડાં તાલુકાના ઉતાવળી ગામ ના વચલા ફળિયામાં એક જાહેર રસ્તો આવેલો છે જેની હાલત ખૂબ બિસ્માર હોવાથી ગામ લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી આર સી સી રસ્તો બનાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે અને ગામ લોકો ના કહેવા મુજબ છેલ્લા બે વર્ષ થી રોડ મંજુર પણ થઈ ગયો છે તેમ છતાં આ રોડ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામલોકો દ્વારા સરપંચ અને ટી.ડી.ઓ ને રજુઆત કરતા માત્ર આશ્વાસન જ મળતુ આવ્યું છે અને રોડ નું કામ ચાલુ ન કરાતા ગ્રામજનો ને અવર જવર માં ભારે મુશ્કેલી પડી રહી છે. તેથી ગામલોકોની એવી માંગ છે કે રોડનું કામ વહેલી તકે ચાલુ થાય અને ગામ લોકોની મુશ્કેલી નું નિરાકરણ આવે.