રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ કાયમી રોજગારી મેળવવા આવતાં ગ્રામ્ય વાસીઓને આવ-જા કરવામાં પડતી પરેશાની…
કેશોદ સહિતના તમામ એસટી બસ ડેપોમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે ગત માર્ચ મહિનામાં સરકાર દ્વારા રૂટ બંધ કરી દીધાં હતાં . લોકડાઉન પુરું થયાં બાદ અનલોક-૧,૨,૩,૪ લાગું કરવામાં આવ્યાં બાદ સ્થાનીક એસટી ડેપો નાં અધિકારીઓ દ્વારા ફરીથી રૂટ નિયમિત શરૂ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ માતરવાણીયા લોકલ એસટી બસ સવારે સાત વાગ્યે કેશોદ થી ઉપડતી હતી જે આજદિન સુધી શરૂ કરવામાં આવેલ નથી. કેશોદ એસટી ડેપો થી સવારે સાત વાગ્યે ઉપડતી બસમાં કરેણી,અજાબ, શેરગઢ, માતરવાણીયા ગામે થી રોજગારી માટે અપડાઉન કરતાં શ્રમજીવીઓ માટે આર્શીવાદરૂપ હતી અને તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પરીક્ષા ઓ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને શ્રમજીવીઓ નિર્ભર એસટી તંત્રનાં પાપે હેરાનપરેશાન થઈ રહ્યાં છે. કેશોદ તાલુકાના શેરગઢ ગામનાં આગેવાનો અને વેપારીઓ દ્વારા કેશોદ એસટી ડેપો માં રજુઆતો કરી હોવાં છતાં હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી. કેશોદ એસટી ડેપો દ્વારા ધારાધોરણ કરતાં ઓછી આવક આપતાં રૂટો ચાલું કરવામાં આવેલ છે ત્યારે કેશોદ માતરવાણીયા લોકલ એસટી બસ શરૂ કરવામાં શા કારણે અંચાઈ કરવામાં આવી રહી છે એ ચર્ચાઈ રહ્યું છે. કેશોદ એસટી ડેપો દ્વારા સંખ્યાબંધ રૂટો આવક વધારે આપતાં છે આવાં રૂટને મેટ્રો સીટી ટુ મેટ્રો સીટી કરી ડ્રાઈવર કમ કંડકટર ફાળવણી કરી આવક ઘટાડી છે, અમુક નિયમિત ચાલતાં રૂપોમાં સુપર લોકલ કરીને કે સમયમાં ફેરફાર કરી આવક ઘટાડી છે ત્યારે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી એકબીજાનાં બચાવમાં આવી રહ્યાં છે અને રાજકીય ઓથ હેઠળ એસટી બસ સેવા નો સોથ બોલાવ્યો છે. કેશોદ એસટી તંત્ર દ્વારા કેશોદ માતરવાણીયા લોકલ બસ પૂર્વવત્ ચાલું કરવામાં નહીં આવે તો આવનારાં દિવસોમાં કરેણી,અજાબ, શેરગઢ, માતરવાણીયા ગ્રામ્ય વિસ્તારના રહીશો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે તો જવાબદારી કોની રહેશે.