રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દિકરીઓના જન્મના વધામણા કરવા અને સમાજમા દિકરીઓની ભ્રૂણ હ્ત્યા અટકે, દિકરીઓના બાળ લગ્ન થતા અટકે અને દિકરીઓમા શિક્ષણનુ પ્રમાણ વધે તે હેતુથી વ્હાલી દિકરી યોજનાના અમલમા મુકવામા આવેલ છે.જે યોજના અન્વયેની સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે.
આ અંગે વધુ માહિતિ આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ભાવનગર શ્રી કે.વી. કાતરિયાએ જણાવ્યુ કે ભાવનગર જિલ્લામા એક વર્ષમા સૌથી વધુ કુલ ૭૫૦ દિકરીઓને વ્હાલી દિકરી યોજના મંજુરી હુકમ કરી દિકરી દિઠ ૧,૧૦,૦૦૦ ની સહાયના આદેશ કરવામાં આવ્યા છે. સરકાર દિકરીઓના જન્મને વધાવવા અને સમાજમા દિકરી જન્મનુ પ્રમાણ વધે તેમજ સ્ત્રી ભૃણ હત્યા અટકે તેના માટે સંનિષ્ઠ પ્રયાસ કરે છે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત વાર્ષિક ૨ લાખની આવક ધરાવતા કૂટુંબના ઘરે ૨ ઓગ્સ્ટ ૨૦૧૯ બાદ જન્મેલ પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને રૂ. એક લાખ દશ હજારની સહાય ત્રણ તબ્બકામા મળવા પાત્ર છે. દિકરી પ્રથમ ધોરણ પ્રવેશે ત્યારે ૪,૦૦૦, ધોરણ ૯ મા પ્રવેશે ત્યારે બિજા ૬,૦૦૦ અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય માટે રૂ. ૧,૦૦,૦૦૦ મળવાપાત્ર છે. વ્હાલી દિકરી યોજનાના અરજી ફોર્મ્સ નજીકની આંગણવાડી એથી મળી રહેશે.