બનાસકાંઠા: થરાદ નગરપાલિકા દ્વારા આગને કાબુમાં લેવાની મોકડ્રિલ યોજાઇ.

Banaskantha
રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર

તાજેતરમાં અમદાવાદ ઊપરાંત સુરત અને રાજયમાં વિકરાળ અને વિનાશક આગની ઘટનાઓ બની હતી . થરાદ નગરમાં આ પ્રકારની ઘટનાઓ બને તો બહારની મદદ આવે તે પહેલા તેને ફેલાતી અટકાવવા શું કરવું તે અંગેની એક મોકડરીલ અને તાલીમનું નગરપાલિકા દ્વારા પોલીસમથકમાં આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં નગરના તબીબો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

થરાદ નગરપાલિકા દ્વારા બુધવારે સાંજે પોલીસ મથકમાં શહેરની તમામ હોસ્પિટલ અને મેડિકલ ફેસિલિટી ધરાવતા ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના તબીબો અને તમામ સ્ટાફ માટે આકસ્મિક આગને કાબૂમાં લેવા માટે એક મોકડ્રીલ અને તાલીમ યોજાઈ હતી આ અંગેની વધુ માહિતી આપતા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે તાજેતરની અમદાવાદ જેવી આકસ્મિક ઘટનાઓ બને તો બહારથી મજા આવે તે પહેલા આગ ફેલાવી નહીં અને જાનમાલને નુકસાન ન થાય તે માટે પ્રાથમિક ધોરણે શું કરવું અને કયા પ્રકારના સાધનો રાખવા અને આ સાધનો કઇ રીતે ઉપયોગમાં લેવા તથા આજનો આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તેને રીફીલ કરવા તથા કયા પ્રકારની આગ માં કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આશય સાથે મોકલી અને તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ નગરના મોટા ભાગના ડોક્ટરો અને પીઆઇ જેબી ચૌધરી સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના ફાયર વિભાગના નિષ્ણાંત સ્ટાફ દ્વારા ઘટનાનો ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *