રાજકોટમાં સૌની યોજના મારફત ન્યારી ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા, શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે.

Latest Rajkot

મેયરે સરકારને પત્ર લખી પાણીની માંગ કર્યાના એક મહિના બાદ 200 MCFT પાણીનો જથ્થો ન્યારી ડેમમાં ઠલવાયો. રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર 10 દિવસમાં જ સૌનીનું પાણી રાજકોટને મળતું હતું, પરંતુ સરકાર બદલાઈ જતા મનપાએ 10-01-2022ના રોજ પાણી માટે મેયરએ સરકારને પત્ર લખ્યાના એક મહિના બાદ આજે રાજકોટને પાણી મળ્યું છે.આ અંગે મેયરએ તેની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, ન્યારીમાં પાણી ફાળવતા આગામી ચોમાસા સુધી દૈનિક 20 મિનિટ પાણી પુરવઠો શહેરીજનોને મળશે. રાજકોટવાસીઓએ ચોમાસાની સીઝન સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. ન્યૂ રાજકોટની જળજરૂરીયાત સંતોષતા ન્યારી ડેમમાં દરવાજા રિપેરીંગની કામગીરી પૂર્ણ થતા આજથી નર્મદાની ઠાલવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉનાળા દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે માટે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી ડેમમાં 700 MCFT અને ન્યારી ડેમમાં 350 MCFT નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જેની સામે સરકાર દ્વારા ન્યારી ડેમમાં 200 MCFT નર્મદાનું પાણી ઠાલવવામાં મંજૂરી આપી છે. આજી ડેમ બાદ આજથી ન્યારી ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે 200 MCFT પૈકી 3.5 MCFT અત્યારસુધી ઠલવાય ચૂક્યું છે.આમ, કુલ 850 MCFT પાણી આગામી ઓગષ્ટ સુધી ચાલશે. ન્યારી-1માં રોજ આશરે 10થી 15 MCFT પાણી ઠલવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *