રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલી ઓક્સિમીટર દ્વારા ઓક્સિજન ની તપાસ ની પણ આજથી શરૂઆત કરાઈ આમ આદમી પાર્ટી નર્મદા,દ્વારા સાગબારા મામલતદાર અને ડેડીયાપાડા માર્ગ મકાન વિભાગના ઈજનેરને નર્મદા જિલ્લામાં મુખ્ય રસ્તા ઓ ઉપર તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પડેલ ખાડાઓ પુરવાનું કાર્ય શરૂ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા નદી-નાળા ઉપર તૂટેલા પુલોના કામનું તાત્કાલિક નિર્માણ તેમજ ડાઈવર્ઝન નું કાર્ય શરૂ કરવામાં આવશે તેમજ ખાડાઓ પુરવાનું કાર્ય શરૂ કરી દીધુ હોય બાકીના કામો 2-3 દિવસ માં શરૂ કરવામાં આવશે એવી બાંહેધરી આપતા તારીખ 3 સપ્ટેમ્બરનું આમ આદમી પાર્ટી નું રસ્તારોકો આંદોલન મુલતવી રાખવામાં આવ્યુ છે. તારીખ ૧ સપ્ટેમ્બર થી ગુજરાતમાં ઓક્સિમીટર દ્વારા તમામ લોકોને ઓક્સિજન તપાસ કરી કોરોના સામે મૃત્યુદર ઘટાડવાની ઝુંબેશ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવા માં આવી છે.જેની શરૂઆત સાગબારા તાલુકા ની સરકારી કચેરીથી કરવામાં આવી જેમાં પ્રથમ સાગબારા મામલતદાર રાજુભાઇ વસાવા અને માર્ગ અને મકાન વિભાગ-ડેડીયાપાડા ના ઈજનેર નું ઓક્સિજન લેવલ તપાસી આ ઝુંબેશ ની શરૂઆત કરવા માં આવી છે.