રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના ખેડૂતોના હિતમાં પત્ર લખીને આ વિસ્તારના ખેડૂતોને મદદરૂપ બનવા માટે રાધનપુરના પુવૅ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ગુજરાતના એ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલને પત્ર લખીને રાધનપુર સમી સાંતલપુર તાલુકાના બસો જેવા ગામોના ખેડૂતોની કાયા પલટવા લીલોતરી હરિયાળો બનાવવા બનાસ નદીમાં અલગ અલગ દરવાજા વાળા બંધ બાંધવામાં આવે તેવી માંગણી સાથે પત્ર લખીને માંગણી કરવામાં આવી.
પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી જેવા પછાત તાલુકા મા બનાસ નદીના રણમાં વહી જતા પાણીને રોકીને આ વિસ્તારના ખેડૂતોને આપવામાં આવે તો આ વિસ્તારની કાયા પલટાઇ જાય તેવો વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે. ત્યારે રાધનપુર અને સાંતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પાણી રણમાં વહી જાય છે ત્યારે આ પાણી ને બચાવી દરવાજા વાળા બંધ બાધી પાકી દિવાલો બનાવી પાણી રોકી ને ખેડૂતો ને રવિ પાક માટે આપવામાં આવે તો આ વિસ્તારના ગરીબ મેહનતુ ખેડૂતો નુ જીવન ધોરણ ઉંચુ આવી શકે હજારો હેક્ટર વિસ્તારમાં વાવેતર કરી ખેડૂતો અન મોલ પાક ઉગાડી શકે તેમ છે ત્યારે ખેડૂતો ની લાગણી અને માંગણી ને લઈને ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને રાધનપુરના પુવૅ ધારાસભ્ય અને / ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પત્ર લખ્યો.