પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસે મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડ સાહેબ તથા પંચમહાલ જિલ્લા પોલીસે અધિક્ષક ડો.લીના પાટીલ સાહેબ એ અત્યારે જિલ્લા માં દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિ ને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે ના.પો.અધિ.એચ.એ.રાઠોડ હાલોલ વિભાગના માર્ગદર્શન હેઠળ પો.ઈ.એમ.ઝેડ.પટેલ ને ખાનગી બાતમીદાર એ માહિતી આપી હતી કે તાલકવાળા રાધનપુર ગામની સીમમાં કોતરમાં એક સફેદ કલરની મારુતિ ૮૦૦ માં એક ઈસમ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઉતારી રહ્યો છે આને આધારે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ના પો.ઈ એમ.ઝેડ.પટેલ એ સ્ટાફ સાથે બાતમી વળી જગ્યા એ રેઇડ કરી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની ૭૫૦ મીલીની પ્લાસ્ટિક કુલ બોટલ નંગ ૨૪ કુલ કિંમત રૂ.૧૦,૩૨૦ તથા ૧૮૦ મિલી ના પ્લાસ્ટિકના કવૉટારીયા નંગ ૨૩૯ કુલ કિંમત રૂ.૨૪,૮૮૫ મળી કુલ કિંમત રૂ.૩૫,૨૦૫ તથા મારુતિ ૮૦૦ આશરે કિંમત ૫૦,૦૦૦ ગણી કુલ કિંમત રૂ.૮૫,૨૦૫ નો ગેર કાયદેસરના મુદ્દામાલ સાથે આરોપી રણજીતસિંહ ચૌહાણને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Home > Madhya Gujarat > Halol > પંચમહાલ: હાલોલ રૂરલ પોલીસએ બાતમીના આધારે રૂ.૮૫,૨૦૫ ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો