દીવ: છ માસ પૂર્વે કેમ્પનો લાભ લીધેલા દિવ્યાંગજનોને સહાય સામગ્રીનુ વિતરણ શરૂ.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

દીવ જિલ્લા દ્વારા ફેબુ્રઆરી, ૨૦૨૦ દરમ્યાન યોજવામાં આવેલ કેમ્પનો લાભ લીધેલ દિવ્યાંગજન લાભાર્થીઓને આજથી સહાયક સાધન સામગ્રીનુ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ.

દિવ્યાંગજન લોકો માટે ૪ દિવસના કેમ્પનુ આયોજન તા.૮ થી ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ હતુ. જેમાં દમણથી આવેલ સ્પે.ડોકટરની ટીમ અને અલીમકોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દિવ્યાંગજન લોકોને સહાયક સાધન સામગ્રી આપવાની નોંધણી એડીપ યોજના હેઠળ કરવામાં આવેલ હતી. જેમાં ૧૨૦ જેટલા દિવ્યાંગજન લાભાર્થીઓની નોંધણી થયેલ હતી.

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનાં સોશ્યલ સેક્રેટરી પૂજા જૈનના માર્ગદર્શન અને દીવના કલેકટર સલોની રાયના માર્ગદર્શન, આરોગ્ય અધિકારી ડો.કાસીમ સુલતાન, દીવ હોસ્પિટલના મુખ્ય અધિકારી ડો.અજય શર્મા, જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને આરોગ્ય વિભાગ દીવ દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે દીવના કલેકટર શ્રીમતી સલોની રાયના હસ્તે દિવ્યાંગજન લાભાર્થીને સહાયક સાધન સામગ્રી વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. કુલ ૧૨૦ દિવ્યાંગજન લાભાર્થીઓને સહાયક સાધન સામગ્રીનુ વિતરણ કરવામાં આવશે. જેમાં આજરોજ ૨૨ જેટલા દિવ્યાંગજન લાભાર્થીઓને સહાયક સાધન સામગ્રીનુ વિતરણ કરવામાં આવ્યું. હાલ કોવિડની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી વિતરણ કરતી વખતે સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું અને પૂરી સાવચેતી રાખીને કરવામાં આવે છે. સામાજિક અંતર જળવાય રહે તે હેતુથી દરરોજ ૨૦ થી ૨૫ દિગ્યાંગજન લાભાર્થીઓને સમય અનુસાર સહાયક સાધન સામગ્રીનુ વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *