રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ખેડૂતોની ૫૦૦ હેક્ટર જમીન માં વાવેતર કરવામાં આવેલ બાજરી જુવાર એરંડા કપાસ કઠોળ જેવા પાકનું અતિભારે વરસાદ થવાથી બનાસ નદીના વેણ બદલાતા ખેતરમાં ચાર પાંચ ફુટ જેવા પાણી ફરી વળતા અતિવૃષ્ટિ થતાં ખેડૂતો માટે આફત બની ને આવેલ મેઘરાજા એ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના ગામના ખેડૂતોનો વાવેતર કરેલા પાક નિષ્ફળ ગયા છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ખેડૂતો ને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ધરતી પુત્રોની હાલત ખરાબ થઇ ગઇ છે ત્યારે ખેડૂતો સરકાર તાત્કાલિક ધોરણે સૅવે કરાવી ખેડૂતોને વળતર આપે તેવી માંગણી ઉઠવા પામી છે ત્યારે બનાસ નદીના વેણ બદલાતા ખેતરમાં પાણી ફરી વળતા હોવાથી બનાસ નદીમાં સુરક્ષા દિવાલ બનાવવા માટેની ખેડૂતો માંગણી કરી રહ્યા છે.