રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વરસાદના કારણે વાડીઓ માં પાણી ભરાઈ જતા અને મજૂરી તેમજ ટ્રાસ્પોર્ટ નો ખર્ચ વધતા આ વર્ષે ફુટ સાથે લીલા નારિયેળ પણ મોંઘા ચાલુ વર્ષે સમગ્ર દેશમાં મેઘરાજાની ધામકેદાર બેટિંગ જોવા મળી રહી છે જેમાં શાકભાજી ની સાથે સાથે ફુટ પણ મોંઘુ થતા આ કારમી મોંઘવારીમાં મધ્યમ ગરીબ પરિવારો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. દિલ્હી સહિત ના મોટા શહેરો તરફ થી રાજપીપળા ખાતે આવતા ફુટ ના ભાવ ચાલુ વર્ષે બમણા જોવા મળી રહ્યા છે. જેનું કારણ સર્વત્ર ભારે વરસાદ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સફરજન,ચીકુ,દાડમ સહિત લીલા નારિયેળ પણ ચાલુ વર્ષે ઘણા મોંઘા મળતા દવાખાના, હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ માટે ફુટ લઈ જતા સંબંધીઓની લાગણી પર પણ બ્રેક લાગી હોય તેમ જોવા મળી રહ્યું છે.એક તરફ કોરોના અને લોકડાઉન ના કારણે મોટાભાગના ધંધા રોજગાર પર માંડી અસર છે. કેટલાય લોકો બેકાર બન્યા છે તેવા કટોકટી ના સમયે શાકભાજી,ફુટ સહિતની જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય પરિવારો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. માટે સરકાર આ બાબતે કોઈ વચગાળાનો ઉકેલ લાવી મધ્યમ,ગરીબ પરિવારો ના જીવન નિર્વાહ માટે કંઈક વિચારે એવી આશા આ પરિવારો સેવી રહ્યા છે. આ બાબતે રાજપીપળા ફુટના વેપારી નટુભાઈ ફૂટવાલા એ જણાવ્યું કે ભારે વરસાદમાં વાડીઓમાં પાણી ભરાતાં ફુટ તોડવા જતા મજૂર વર્ગ ની મજૂરી મોંઘી થઈ છે ઉપરાંત દૂર દૂર ના મોટા શહેરો માંથી આવતું ફુટ જે વાહનો માં આવે છે તેની ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધતા આ વર્ષે ફ્રટ મોંઘું થયું છે.