નર્મદા: નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠકે પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશની સ્થાપના કરી.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ભાદરવા સુદ ચોથના દિવસ થી ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે જે દિવસના આતિથ્ય બાદ અન્નત ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશ એમના ઘરે પરત ફરે છે એટલે કે ધામધૂમ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોના મહામારી ના પગલે મોટા ઉત્સવ કરવાની સરકારે પણ ના પાડી છે જેથી ઘરે ઘરે ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવે છે જેના કારણે ક્રિકેટર વિશાલ પાઠકે પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ક્રિકેટર વિશાલ પાઠકના ઘરે દોઢ દિવસ માટે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી પ્રથમવાર ઘરે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સરકારના કેહવા મુજબ અને પર્યાવણને નુક્શાન ન થાય તેને માટે માટી ના ભગવાન શ્રી ગણેશની પ્રતિમા લાવવામાં આવી હતી ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાનો જ આગ્રહ રાખવાના માટે જ માટીના ગણેશની પ્રતિમાની સ્થાપના કરી હતી ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા હતી એટલે ઘરે જ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી માટીનો ઉપયોગ પણ કરી શકાય અને પર્યાવરણને નુકશાન પણ ના થાય ખાસ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની જ સ્થાપના કરવી જોઈએ એવું વિશાલ પાઠકનું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *