જૂનાગઢ: કેશોદમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

સાવરકુંડલાના લુવારા ગામે કાઠી ક્ષત્રીય સમાજની દિકરી પર થયેલ અન્યાય તથા કચ્છમાં ગઢવી સમાજના બે યુવાનોના પોલીસ મારથી થયેલ મૃત્યુંના વિરોધમાં કેશોદ તાલુકા સમસ્ત કાઠી ક્ષત્રીય તથા ગઢવી ચારણ સમાજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જીલ્લામાં આવેદનપત્ર આપવામા આવ્યા છે જે બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતાં ગુજરાતભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ થવાના સંકેતો સાથે ચિમકી ઉચ્ચારવા સાથે કેશોદ તાલુકા કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજ દ્વારા કેશોદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવેલ હતું કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે કાઠી ક્ષત્રીય સમાજની દિકરી હેમુભાએ પોલીસની ખુલ્લી દાદાગીરીનો વિડિયો ઉતાર્યો હતો તે ગુનો નથી તેમજ હેમુબાએ કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડી તેના પુરાવા નથી તો હેમુબા સામે પોલીસે ૩૦૭ની કલમ લગાડી તેમજ મહીલા પોલીસ વગર હેમુબાને પકડેલ તે કાયદેસર ગુનો ગણાય તેથી લુવારા ગામે બનેલ ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ મંડળી રચી ખુદ માનવ હત્યાનું કાવતરૂ કરનાર ગુનેગાર ગણાય તેમજ હેમુબાને ખોટી રીતે સંડોવી કેસ કરી જેલ હવાલે કરેલ તે નારી રત્નનું અપમાન અને અમાનવીય કૃત્ય ગણાય તેથી પાંચ દિવસમાં એસપીને કાયમી ધોરણે ડીસમીસ કરવા અને જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કચ્છમાં ગઢવી સમાજના બે યુવાનો પોલીસ મારથી મૃત્યુ પામ્યા છે તે જવાબદાર અધિકારી ઉપર ૩૦૭ નો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે ઉપરોક્ત બન્ને ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે કેશોદ તાલુકા કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજ દ્વારા કેશોદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *