રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકાના ઘોડિસિમેલ ગામના ૨૩ રેશનકાર્ડ ધરાવતા ગરીબ પરિવારો ને છેલ્લા ૭વર્ષ થી અનાજ ન મળતા તેઓ અનાજ મેળવવા માટે નસવાડી સેવાસદન ખાતે પોહચયા પરંતુ રજા હોવાને કારણે વિલા મોઢે પરત ફરવું પડયું હતું. હાલ જે કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે કોરોના વાઇરસ ના કારણે અનેક રોજીરોજગાર ના ધંધા ઓ ઠપ્પ થયા છે ત્યારે સરકાર દ્વારા ગરીબો ને વિનામૂલ્યે અનાજ આપવાનું ચાલુ કર્યું હતું એક બાજુ અવિરત વરસાદ ના કારણે ઘોડિસીમેલ ગામ ના ખેડૂતો ના ખેતરો માં પાણી ભરાય ગયા છે તેવી પરિસ્થિતિ મા નસવાડી તાલુકા ઘોડીસિમલ ગામ ના ૨૩ જેટલા ગરીબ આદિવાસી પરિવારો ને પડતાં પર પડ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે એક બાજુ ચોમાસુ ચાલી રહ્યું છે અને વરસાદ ધોધમાર પડી રહ્યો છે બીજીબાજુ ખેતરો માં પાણી ભરાય ગયા છે મજદૂરી કામના ઠેકાણા નથી આ પરિવારો ને જીવવા માટે એક માત્ર સહારો સરકાર નો સસ્તા અનાજ નથી મળતું તેઓની પાસે રેશનકાર્ડ તો છે જ પરંતુ અનાજ ના મળતા તે પણ શોભાના ગઠીયા સમાન છે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઇ નિકાલ ન આવતા ત્યારે તેઓ નસવાડી સેવાસદન ખાતે ભર વરસાદ માં અનાજ મળે તેવી માંગ લઈને પોચ્યા હતા પરંતુ તેમને કિસ્મત પણ સાથ ના આપતા રજા હોવાને કારણે તેઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું પરંતુ સરકારી કચેરી ખુલે તેની રાહ જોઈ રહ્યા છે અને તેઓને અનાજ મળે જેથી કરીને તેમના પરિવાર નું ગુજરાન ચાલે તેવી માંગ ઉઠી છે.