વડોદરા:ડભોઇ -દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મેહતાની અપીલને માન આપી ડભોઇના વેપારીઓ દ્વારા જનતા કરફ્યુનો ચુસ્ત અમલ.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇના જાગૃત નાગરિકો, અગ્રણી વેપારીઓ અને રાજકીય આગેવાનો સાથે સર્વ સંમતિથી ડભોઇમાં કોરોના નું સંક્રમણ વધતું અટકાવવા માટે ધારાસભ્ય સાથે મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ આજરોજ ૦૨:૦૦ વાગ્યાથી ચુસ્તપણે ડભોઇમાં જનતા કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો. બપોરના ૨:૦૦ થી ૨:૩૦ ના સમયગાળા દરમિયાન ડભોઇના બજારો પણ એ જનતા કરફયુ ના અમલ માટે ફટાફટ બંધ થઇ ગયેલ અને સમગ્ર નગરમાં જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વૈચ્છિક રીતે અમલ શરૂ કરી દેવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *