રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધણા સમય થી વરસાદ પડી રહ્યો છે તેવામા બે દિવસના વીરામ બાદ આજે સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે હજુ નદીઓના નીર ઉતર્યા નથી ત્યાં તો ફરી નદીઓ વહેતી થઇ છે. એક બાજુ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે ઉપરવાસમાંથી નવા નીર આવતા વર્તુ ડેમનું પાણી અવારનવાર છોડવાથી પાણીના પ્રવાહમાં પણ વધારો હોવાથી ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હોય તેવુ જણાઈ રહ્યુ છે.