રિપોર્ટર: રામદે જાદવ, દેવભુમિ દ્વારકા
હાલ ચાલી રહેલા કોરોના મહામારી ના સમય મા હોસ્પિટલોમા બલ્ડ ની કમી ન સર્જાય તેવા હેતુ થી જીલ્લા ભાજપ ના માર્ગદર્શન હેઠળ જામરાવલ યુવા ભાજપ તથા ભાજપ પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા ૪૦ જેટલી બોટલ રક્ત એકત્રિત થયુ હતુ જેમા જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ પરબતભાઈ ભાદરકા મહામંત્રી સુરપાલ સિહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ઈન્દ્વજીત સિહ પરમાર જયેશભાઇ પિંડારિયા નિરવભાઈ કવયા અને જામરાવલ ના યુવા પ્રમુખ ચચિન ભાઈ અગ્રાવત ભાજપ શહેર પ્રમુખ રશીક થાનકી શહેર ભાજપ મહામંત્રી રાણા ભાઈ જમોડ શહેર મંત્રી રામદેભાઈ જાદવ કેતન ભાઈ બુધ્ધભટ્ટી વગેરે હાજર રહ્યા હતા.