રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
આપણા ભારત દેશ મા હિન્દુ ધર્મ નીયમ અનુસાર દેવી દેવતાઓ નુ ખુબ જ મોટુ મહત્વ છે જેમા વધુ મહત્વ વિષ્ણુ અવતારનું છે રાજસ્થાન ના ધોરાધરતી મા આવેલ રણુજા ગામમાં વિષ્ણુ અવતાર બાબા રામદેવ પીરનું એક ભવ્ય મંદિર આવેલ છે જેમાં વિષ્ણુ અવતારના રૂપમાં ભગવાન શ્રી વિષ્ણુ એ રણુજા ગામમાં રાજ અજમલ જી ના ઘરે ભારવી સુદ બીજ ના રામદેવ જીના રુપે અવતાર લીધો હતો માટે દર વર્ષે ભારદવી સુદ બીજ ના શુભ દિવસે ભારત દેશના બધા રામદેવ પીરના મંદિરે ધામધૂમથી ઉત્સવ માણવામા આવે છે પણ હાલ કોરોના વાયરસના કારણે બધી જગ્યાએ બધા ઉત્સવો સ્થગીત રાખવામાં આવ્યાં છે જેમાં યાત્રાધામ અંબાજી ખાતે આવેલ રામદેવ પીરના મંદિરે પણ એક નાનકડો પ્રયાસ ઉજવવામાં આવ્યો હતો જેમાં રામદેવ પીરની પુજા અર્ચના કરી અને રાત્રી ના સમયે કેક કાપવામાં આવ્યો હતો અને આની સાથે જ સરકારના આદેશ અનુસાર બધા ભક્તો એ મોઢે માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આની સાથે જ રામદેવ પીરની જય હો ના નાદ થી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.