રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
યાત્રાધામ અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે મેળાના સ્થાને ભક્તો ઘરે બેઠા માં અંબાના ગર્ભગૃહના આરતીના હવનના અને ગબ્બર પર્વતની જ્યોતના ઓનલાઈન દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મહા મેળો કોરોનાવાયરસની મારામારીના પગલે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે ત્યારે વિશ્વ શાંતિ માટે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.