રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નાંદોદના બીતાડા ગામમાં રહેતા એક વ્યક્તિની પત્ની વિશે ફળીયા માજ રહેતો એક વ્યક્તિ ખરાબ વાતો કરતા તે વ્યક્તિ ને ટોકનાર પતિ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીતાડા ગામમાં રહેતા ભરતભાઈ દલસુખભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયામાં રહેતો કાલીદાસભાઈ ભીખજીભાઈ વસાવા તેની પત્નિ વિશે ખરાબ વાતો કરતા હોય જે બાબતે તેને એક મહીના ઉપર પણ પોતાની પત્નિ વિશે ખરાબ વાતો નહી કરવા જણાવેલ હોવા છતા ફરી પત્નિ વિશે ખરાબ વાતો કરવાનું ચાલુ રાખતા ફળિયાના આ વ્યક્તિને સ્ટેન્ડ ઉભેલો જોઈ ઠપકો આપતા કાલિદાસે તું કોણ મને ઠપકો આપવા વાળો તેમ કહી ગાળાગાળી કરી તારાથી થાય તે કરી લેજો વારે ઘડીયે મને ઠપકો આપીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ઘમકી આપતા ફરીયાદી વધુ ઝઘડો ન થાય તે માટે પોતાના ઘરે આવતા રહેલ અને રાતના બારેક વાગ્યાના સુમારે ફરીયાદી પોતાની પત્નિ સાથે રાત્રીના બારેક વાગ્યાના સુમારે પેશાબ પાણી માટે ઘરની બહાર નીકળતા તેમના પત્ની ઘરની બહાર ઉભા રહેલા અને ફરીયાદી ધરની આગળ આગણામાં જતા કાલિદાસને ખબર પડતા ફરીયાદીને મારી નાખવાના ઇરાદા સાથે પોતાના ઘરેથી કુહાડી લઇ દોડી આવી ફરીયાદીને માથામા ઉપરના ભાગે કુહાડી મારી ગંભીર જીવલેણ ઇજા કરતા ફરીયાદી જમીન પર પડી જતા આરોપી ફરીયાદી ને ફરીથી કુહાડી મારવા માટે જતા ફરીયાદીએ કુહાડી પકડી લઇ આરોપી પાસેથી આચકી ફેકી દીધી ત્યારબાદ કાલિદાસ લાકડી લેવા જતા ફરિયાદીની પત્ની એ તેને અટકાવવા જતા ધક્કો મારી લાકડી લઇ ફરીયાદી ને આડેધડ બરડાના ભાગે ઉપરા ઉપરી સપાટાઓ મારતા ફરીયાદી બચવા માટે પોતાના બંને હાથ ઉચા કરતા બંને હાથોએ ઉપરા ઉપરી સપાટા મારતા હાથના ભાગે ફેક્યર ઇજા કરી હતી.આ બાબતે ફરિયાદી ભરત વસાવાએ આપેલી ફરિયાદ મુજબ રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તપાસ ટાઉન પીઆઇ એન.એસ, પરમાર કરી રહ્યા છે.