રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેરમાં બે દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કેશોદમાં આગમન થયું હતું તે સમયે વાહનોની લાંબી કતારોથી ટ્રાફીક જામના દશ્યો સર્જાયા હતા ફટાકડા ફોડી પુષ્પ વર્ષા સાથે મોટિ સંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોશ્યલ ડીસ્ટ્નટનો ભંગ થયો હતો કોરોનાની મહામારીના માહોલમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થયો હતો જે બદલ જવાબદારો સામે પગલાં ભરવા અને જાહેર કાર્યક્રમ અંગે કોણે મંજુરી આપી તે બાબતનો ખુલાસો કરવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ તાલુકા કોંગ્રેસ પ્રમુખ યૂથ કોંગ્રેસના પ્રમુખ સહીતની ઉપસ્થિતમાં પી.આઈને લેખિતમાં રજૂઆત કરી હતી.