રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના કથીવદર પરા ગામમાં સતત વરસાદ તથા ગંદકીનાં કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાય રહ્યો છે અને દવા છંટકાવ કરાવવો જરૂરી છે એવી જાણ ગ્રામજનો દ્વારા વિકટર નાં યુવા અગ્રણી અજય શિયાળ કરતાં તેમણે તાલુકા આરોગ્ય અધિકારી ડો. નિલેશભાઈ કળસરિયા સાથે વાત કરી અને વિકટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં દિનેશભાઈ મહિડા ને જરૂરી સૂચનાઓ આપી તેનાં પગલે વિકટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આરોગ્ય વિભાગ નાં કર્મચારીઓ દ્વારા કથીવદર પરા ગામમાં ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગામમાં જરૂર જણાય ત્યાં દવા છંટકાવ કરવામાં આવી હતી. ત્યારે ફક્ત ટેલિફોનીક જાણ થી આ સરાહનીય કામગીરી કરવા બદલ યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજુલા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. નિલેશભાઈ કળસરિયા, વિકટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો. વિશાલભાઈ શિયાળ તથા દિનેશભાઈ મહિડા સહિતનાં આરોગ્ય વિભાગનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
