અમરેલી: બાબરામાં મોટા રામજી મંદિરે ચાલતી રામધૂન માટે બાબરા ના વતની રાજકોટ સ્થિત દાતા દ્વારા વાદ્ય ઈન્સષ્ટૃમેન્ટ ભેટ આપવામાં આવ્યા.

Amreli Latest
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

બાબરા મા રાષ્ટ્રીય હીન્દુ સંગઠન દ્વારા દર શનિવારે મોટા રામજી ખાતે રામધૂન નુ આયોજન કરવામાં આવે છે અને આ સંગઠન ને બાબરા ના વતની અને હાલ રાજકોટ રહેતા વિજયભાઈ ધીરુભાઈ સવાણી અને સંદીપભાઇ ધીરુભાઈ સવાણી દ્વારા તબલા ,મંજીરા, હાર્મોનિયમ ,કરતાલ વગેરે ઇન્સટુમેન્ટ ભેટ આપી વતન પ્રત્યે ની ફરજ આદા કરી હતી. આ તકે આ સંગઠન ના આગેવાન તેજસભાઈ તન્ના,ગજેન્દ્રભાઈ શેખવા, વિક્રમભાઈ સોની,ગાંડુભાઈ રાતડીયા,દીપકભાઈ પડીયા.દ્વારા દાતા નુ સંન્માન કરાયુ હતું અને મોટા રામજી મંદિર ના મહંત દેવકીનંદન બાપુ ના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે દીવ્યેશભાઇ ઓંધીયા,ગૌતમભાઇ,અપ્પુભાઇ જોશી,ધરમેન્દ્રભાઇ બસિયા/ઇન્દ્રજીત ભાઇ,વિજયભાઈ માળી,રાજુભાઈ મેણીયા, ગોરધનભાઈ દાફડા ,રાકેશભાઈ/મોન્ટુદાદા,યજ્ઞેશ ભાઈ શુક્લ (અગાદાદા)કનુભાઈ પરમાર /વીજયબાપુ નિમાવત વગેરે રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય હીન્દુ સંગઠન નો આગામી કાર્યક્રમ આખા ગામના મંદિરો મા લાઉડસ્પીકર મુકી સવાર સાંજ આરતી વગડવા ની જુબેંશ હાથ ધરાઇ છે તેમજ બાબરા ની ધર્મપ્રેમી જનતાને આ કાર્ય માટે યથાશક્તિ યોગદાન આપવા વિનંતી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *