રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પોલીસ ની ચેકીન દરમ્યાન શંકાસ્પદ સવીફટ ગાડી ને ચેક કરતા તેમાંથી ૩ કિલો ૨૪૨ ગ્રામ જેટલું ચરસ મળી આવેલું હતું તે દરમ્યાન બે ઈસમો ની અટકાયત કરવામાં આવી હતી.અને લગભગ ૪ લાખ ૪૬ હજાર કિંમતનો ચરસ તથા કુલ ૬ લાખ ૪૬ હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
અને આંતરરાષ્ટ્રીય રાજ્યની ચરસ ની હેરાફેરી કરતાં રાજસ્થાન થી મુંબઇ તરફ જઈ રહ્યા હતા. ત્યારે બે ઈસમો ને ઝડપી પાડવામાં આવ્યા હતાં.પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.