રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની ખડાયતા ની વાડી વિસ્તારમાં-૧,છત્રવિલાસમાં -૧,નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં-૪,વડીયામાં-૦૧,સાગબારા તાલુકાના પાનખલ્લા-૧,અને કાકારાપાડા-૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૦૫ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૧ દર્દીઓ દાખલ છે આજે ૦૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૫૦૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૫૫ પર પોહોચ્યો છે, આજે વધુ ૩૬૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.