રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
દેશી દારૂ લીટર 530 તથા ગરમઠંડો વોસ 13235 લિટર મળી કુલ રૂ.37030/- નો મુદ્દામાલ ઝડપાયો.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા માટે ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રાખી કેસો કરવાની કામગીરી ચાલી રહી છે જેના અનુસંધાને એલસીબી નર્મદા દ્વારા ડ્રોન સર્વેલન્સ મદદથી છેલ્લા 20 દિવસમાં જિલ્લાના અલગ અલગ ગામોમાં દારૂની ભઠ્ઠીઓ તથા કબજાના કેસો શોધી કાઢી કુલ 63 કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર 530 તથા ગરમઠંડો વોસ 13235 લીટર મળી કુલ કિં.રૂ.37070 ના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડ્રોન સર્વેલન્સ તેમજ ટેકનિકલ સર્વેલેન્સનો ઉપયોગ કરી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતાં ઇસમો ઉપર કાર્યવાહી કરવા તથા આવી પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા ઈસમો ઉપર તળીપારની કાર્યવાહી કરવા પણ નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે.