રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની પ્રાથમીક શાળામાં યુવા સંગઠન મિત્રો દ્વારા બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૫૧ જેટલી બોટલો નું રક્તદાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની પ્રાથમિક શાળામાં યુવા સંગઠનના સભ્યો દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમો ડાભેલા ગામના તમામ યુવા મિત્રો હાજર રહ્યા હતા અને દરેક મિત્રોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રક્તદાન દાતા ડાભેલા ગામના દરેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન બનાસ મેડિકલ ના સહયોગ થી અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના મિત્રમંડલની આગેવાની માં કરાયું હતું. જેમાં કુલ ૫૧ જેટલી બોટલનું રક્તદાન થયું હતું. રક્ત દાન એ મહાદાન છે. જેમો ૫૧ જેટલા દાતાઓએ રક્ત દાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનને સુંદર અને સફળ બનાવવા ડાભેલા ગ્રામજનો અને તેમના સાથી યુવાનો દ્વારા ભારે મહેનત કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા હતા.