રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
૫૦૦ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ પ્રભુ શ્રી રામની પવિત્ર જન્મભૂમિ પર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણનો આજે પાયો નાખવામાં આવી રહ્યો છે લંકા વિજય બાદ રામ જયારે અયોધ્યા પરત ફર્યા ત્યારે જે માહોલ અને ઉત્સાહ લોકોમાં હતો તેવો ઉત્સાહ ફરી એકવાર રામભક્તોમાં જોવા મળી રહ્યો છે આખા દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ દંડી સ્વામી મઠના વિજયદાસજી મહારાજ,રણછોડરાય મંદિરના પૂજારી દીપકભાઈ સેવક, વી.એચ.પીના આગેવાન હરેન્દ્ર પંડ્યા તેમજ હરેશ શાહ જેવા કાર્યકરો દ્વારા દંડી સ્વામી મઠથી ધજા તેમજ રામચંદ્રના ફોટા સાથે કૂચ કરી રણછોડરાય મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી ત્યારબાદ લક્ષ્મીજીના મંદિરમાં પણ આ દિવ્ય ઘડીની અનુભૂતિના ભાગ રૂપે ત્યાં પણ રામના નારા સાથે આ પ્રસંગને દીપાવ્યો હતો એવામાં સરકાર ના આદેશ મુજબ સોશ્યિલ ડિસ્ટન્સનું ભંગ ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવી હતી અને રણછોડરાયના મંદિરનું પરિસર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.