રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મામલતદાર કચેરી નજીક થી છેક સરકારી ઓવરા સુધી સડસડાટ વહેતું પાણી ખેડૂતો અને સરકારી ઓવારા પર જવા વાળા પરેશાન સવાલ એ છે કે પાણી લીકેજ જ્યા છે ત્યાં પ્રાંત અને મામલતદાર કચેરી આવેલી છે છતાં પ્રાંત અને મામલતદાર શું આ લીકેજ અધીકારીઓને નથી દેખાતું કે પછી આડાકાન કરે છે. બીજી બાજુ સફેદ ટાવર પાસે તો વર્ષોથી પાણી નું વાલ લીકેજ હોવાથી હજારો લીટર રોજનું પાણી ગટરમાં વહી જાય છે છતાં પણ ત્યાંથી જિલ્લાના મોટા મોટા અધિકારીઓ પસાર થાય છે તો પણ ફરિયાદ કોઈ અધિકારી પાલિકાને કરતું નય હોઈ કે પછી પાલીકા ના અધીકારી કોઈ નું સાંભળતા નથી ?? રાજપીપળા નગરપાલિકાના વોટર વર્કસ ના સુપરવાઇઝર હરેન્દ્ર ભાઈ જણાવ્યું હતું કે થોડાક દિવસો પહેલા પણ આ લીકેજ થયો હતો ત્યારે રીપેર કરાયો હતો અને ફરી લીકેજ થયો હતો આ નગરપાલિકાને ના લાગે જેનો હશે તે ને લાગે, પંચાયતનો હસે તો પંચાયતને લાગે, મામલતદારનો હશે તો મામલતદારને લાગે આવું લુલો બચાવ કર્યો હતો?