નર્મદા: રાજપીપળા શહેરમાં સડક ફળીયાના એક જીવદયા પ્રેમીએ રખડતા બીમાર શ્વાન માટે હેલ્પલાઈનનો સંપર્ક કરવા છતાં સેવા ન મળી.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સરકારની ૧૦૮,૧૮૧ સહિતની સેવા સફળતા મેળવી રહી હોય એ સમયે રાજપીપળામાં પશુ હેલ્પલાઈન ૧૯૬૨ નંબરની સેવાનો ફિયાસ્કો જોવા મળ્યો.

રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી,૧૮૧ મહિલા હેલ્પલાઈન સહિત સરકાર ની હેલ્પલાઈન ની સેવાઓ એ ઘણી સફળ કામગીરી કરી પ્રશંસા મેળવી છે પરંતુ પશુ હેલ્પલાઈન ની સેવા હાલ રાજપીપળા શહેરમાં ખાડે ગઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. રાજપીપળાના સડક ફળીયા માં એક રખડતું શ્વાન ચારેક દિવસ થી બીમાર હોય સ્થાનિક રહીશ અને જીદયાપ્રેમી હિરેન તડવી એ આ માટે પશુ હેલ્પલાઈન નં.૧૯૬૨ પર કોલ કરી આ શ્વાનની સારવાર માટે જણાવ્યું ત્યાં આ બાબતે કંપ્લેઇન પણ નોંધી ત્યારબાદ કલાકો સુધી સારવાર માટે કોઈ ડોક્ટર કે વાહન ન આવતા આ જાગૃત યુવાન હિરેન તડવી અને તેના મિત્રો રાજપીપળાના પશુ દવાખાને ગયા ત્યાં ત્રણ વાહન હોવા છતાં બીજી વાર હેલ્પલાઈન નંબર પર કોલ કરતા એવો ખોટો જવાબ મળ્યો કે વાહન અન્ય કોલ માં ગયું છે ત્યારે આ જીવદયા પ્રેમી એ ૧૯૬૨ના ઓપરેટર ને દવાખાના માં ઉભેલા ત્રણેય વાહનો ના નંબર સાથે નો ચિતાર આપતા ઓપરેટરે સોરી કહી આ સેવા બંધ હોય જેવા ગલ્લા તલ્લા કર્યા બાદ પોતાનો લુલો બચાવ કર્યો હોય તેમ કાકલૂદી કરી અંતે આખો દિવસ નીકળી જવા છતાં પણ આ બીમાર શ્વાનને સારવાર મળી ન હતી ત્યારે સરકારની આ હેલ્પલાઈન શુ કામની..? શુ આ પશુ હેલ્પલાઈન નો વહીવટ ખાડે ગયો છે.? કે ત્રણ દિવસ ની રજાઓ હોય ડોક્ટર સહિતનો સ્ટાફ રખડતા પશુઓની જવાબદારી ભુલી ઇમરજન્સી સેવામાં કામ કરતા હોવા છતાં ગુલ્લી મારી વતન તરફ ચાલ્યો જતા આ ઓપરેટર તેમનો લુલો બચાવ કરતા હશે..? હાલ આ ઘટના બાદ રાજપીપળા શહેરમાં પશુ હેલ્પલાઈનની સેવા બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *