રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ૨૧૨ ગામડા હોઈ, જે કોરોના વાઇરસ હવે જતો રહ્યો હોય તેમ વાહન ચાલકોથી લઈ અવર જવર કરતા લોકો બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. તેમજ સરકારના નિયમોનું પાલન ન કરતા હોય તેથી છોટાઉદેપુર પોલીસ વડા એમ.એસ.ભભોરની સૂચના મુજબ નસવાડી પી.એસ.આઈ જી. બી. ભરવાડ દ્વારા છેલ્લા ચાર દિવસથી માસ્ક વગર ફરતા લોકો, વાહન ચાલકોને દંડ કરાય રહ્યો છે. નસવાડી ટાઉનના વિસ્તારમા પોલીસ જવાનો માસ્ક વગર આવતા વાહન ચાલકોને ઉભા રાખી માસ્ક પેહરવાની સમજ આપી સાથે દંડ પણ વસુલવામાં આવ્યો. નસવાડી ટાઉનમાં કેટલાક દુકાનદારોના સોશ્યિલ ડિસ્ટન્સ જાળવતા ન હતા તેથી પોલીસ દ્વારા અવાર નવાર જનતાને સૂચનો આપવા છત્તા આખરે કોઈ કાળજી ન લેવાતા નસવાડી પોલીસ દ્વારા દંડ વસુલ કરવામાં આવ્યો. ત્યારે 300 વાહનચાલકો માસ્ક વગર ફરતા લોકોને ૨૦૦ રૂ દંડ કરી ૬૦૦ રૂ ની માતબર રકમ વસુલ કરેલ છે. નસવાડી ટાઉનમાં હાલમાં કોરોનાનો કેસ નોંધાતા પોલીસ ઘ્વારા વધુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.