રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર નગરમાં અને તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની બિલકુલ સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર નગરમાં રહેતા મુસ્લિમ ભાઈઓ એ બકરી ઈદ ની નમાઝ મસ્જિદો માં જઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે અદા કરી હતી ઈદ નિમિત્તે એકબીજા ને નજીક થી મળવાનું પણ ટાળ્યું હતુ નમાઝ ની અંદર મુસ્લિમ ભાઈઓ દ્વારા દેશમાં હાલ ચાલતો કોરોના વાયરસ નાબૂદ થઈ અને પ્રજા ને કુદરત સારું સ્વાસ્થ્ય આપે તથા ચાલુ વર્ષે વરસાદની જે અછત છે એ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.