વડોદરામાં અંતરિયાળ વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ફરતા હોવાથી આજે પોલીસે બે ડઝન જેટલી વાનો સાથે પેટ્રોલિંગ કર્યું હતું.
કોરોનાની ગંભીરતા નહીં સમજતા લોકો હજી પણ સોસાયટી અને શેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ટોળ ટપ્પા કરી રહ્યા છે.જેના કારણે પોલીસ હવે વધુ કડક વલણ અપનાવી રહી છે.
આજે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બે ડઝન વાહનો સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.તેમની સાથે રેપિડ એક્શન ફોર્સની ટીમો પણ જોડાઇ હતી.
તો બીજીતરફ બાઇક પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમોએ સાંકડી શેરીઓ તેમજ સોસાયટી વિસ્તારોમા પેટ્રોલિંગ શરૃ કર્યું છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બાઇક પર ફર્યા હતા અને એનાઉન્સમેન્ટ કરી લોકોને ચેતવ્યા હતા.