વડોદરાની વસ્તી અને વહીવટી વોર્ડની સંખ્યામાં વધારો, પરંતુ ફુડ સેફટી ઓફિસરોની ઘટ યથા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 1 એપ્રિલથી સાત નવા વહીવટી વોર્ડની રચના કરવામાં આવી છે. જેના લીધે હવે કુલ વહીવટી વોર્ડ બારથી વધીને 19 થયા છે. જેની સામે વડોદરા કોર્પોરેશનમાં ફૂડ સેફટી ઓફિસરની સંખ્યા માત્ર 8 જ છે. વડોદરાની વસ્તી આશરે 22 લાખ છે અને ફૂડ સેફ્ટી એક્ટ મુજબ દર એક લાખની વસ્તીએ એક ફૂડ […]

Continue Reading

અમદાવાદ RPO ખાતે પાસપોર્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ધસારો.

કોરોનાના પ્રતિબંધો હળવા થવાના લીધે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓ 2 વર્ષના વિરામ બાદ ફરી ઓસ્ટ્રેલિયા, કેનેડા અને UKની વિદેશી યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં માર્ચના (Spring) સત્રમાં પ્રવેશ મેળવવા માટે ધસારો કરી રહ્યા છે. અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં ફરી એક વખત સ્ટુડન્ટ, ઈમિગ્રન્ટ અને ટુરિસ્ટ વિઝા એપ્લિકન્ટ્સ પાસપોર્ટ માટે લાઈન લગાવી રહ્યા છે.  અમદાવાદ […]

Continue Reading

એક મહિનામાં રૂ.2501 કરોડનું કલેક્શન, વર્ષ 2021-22માં કુલ રૂ.19321.12 કરોડ જેટલી માતબર રકમની આવક.

રાજકોટની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નાણાંકીય વર્ષ 2021-22માં ફક્ત માર્ચ-૨૨ માસમાં એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા નાણાંકીય વર્ષમાં કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી. PGVCLમેનેજમેન્ટ ના માર્ગદર્શન હેઠળ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃસ્ટ કામગીરી દ્વારા કુલ 19321.12 કરોડનું કલેક્શન મેળવવામાં આવ્યું હતું. તેમાં […]

Continue Reading

જામનગરની જીજી હોસ્પિટલના તબીબી શિક્ષકો પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા.

ગુજરાતમાં તબીબી શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે જામનગરની જીજી હોસ્પિટલના 150 તબીબી શિક્ષકો પણ હડતાળમાં જોડાયા છે. જામનગર જીજી હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી અને OPD ચાલુ રાખવામાં આવી હતી. તબીબી શિક્ષકોએ કહ્યું હતું કે, તેઓની 14 થી 15 જેટલી પડતર માગણીઓ છે જેમાંની કેટલીક […]

Continue Reading

સુરેન્‍દ્રનગરમાં નિર્માણ થનાર માં ભવાની માતાજીના ભવ્‍ય મંદિરને લઈ સુત્રાપાડામાં રાજપુત સમાજના આગેવાનોની બેઠક મળી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે કારડીયા રાજપુત સમાજના મોભી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં કારડીયા રાજપુત સમાજના આગેવાનોની મહત્‍વની બેઠક મળી હતી. જેમાં 100 કરોડના ખર્ચે સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં નિર્માણ થનાર માં ભવાની માતાજીના ભવ્‍ય મંદિર બનાવવાના રૂપરેખા અંગે વિસ્‍તૃત વિચાર વિમર્શ કરાયો હતો.આ ભવ્‍ય મંદિરના નિર્માણ કાર્યમાં કારડીયા રાજપુત સમાજના તમામ પરીવારના લોકો […]

Continue Reading

અંકલેશ્વરમાં વૃક્ષારોપણ કરી હવા પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ.

હાલમાં વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ઘણા શહેરોમાં સમાવેશ થયેલો જોવા મળ્યું છે અને તેમાં પ્રદૂષણની નગરી તરીકે અંકલેશ્વર નો 48 મો ક્રમાંક સૂચવે છે કે આ ક્રમ એટલો પણ નજીક રહ્યો નથી કે શહેરનું નામ સૌથી વધારે પ્રદૂષિત શહેરમાં આવે.આવું પ્રદૂષણ રોકવાના મહદઅંશે વૃક્ષોનો મહત્વનો ફાળો હોય છે. ત્યારે અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા દ્વારા […]

Continue Reading

સુરેન્દ્રનગરમાં રહેતા રાજસ્થાની પરિવારોએ ગણગોર તહેવારની ઉજવણી કરી.

ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારોની મહિલાઓ અને બાળાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા રાજસ્થાની પરિવારોએ પણ ગણગોર તહેવારની ઉજવણી કરી હતી. રાજસ્થાની પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે અને કૂંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે સતત 16 દિવસ શંકર-પાર્વતિ (ગણગોર) ની પૂજા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી […]

Continue Reading

પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ સાથે ગાંધીજીના વેશમાં આવેદનપત્ર સુપરત.

એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા ગાંધીજીની વેશભૂષામાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીએ ગાંધીજીના પહેરવેશ સાથે મેનેજમેન્ટને રજૂઆત કરી હતી કે માત્ર એક માસ માટે ભણતર તથા પરીક્ષા ઓફલાઈન કરી વિદ્યાર્થીઓ માટે કનડગત ઉભી કરી છે. વિદ્યાર્થીઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે , યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓફલાઈન પરીક્ષા […]

Continue Reading

ગગનયાન સાથેનો સંપર્ક અકબંધ રાખવા માટે 2 સેટેલાઈટ ગોઠવવામાં આવશે.

ભારતના અતિ મહત્વના હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISRO અમદાવાદ, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ 2022 દરમિયાન ખાસ આઉટરિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

રવિવારે પાવાગઢમાં 1.5 લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું.

પાવાગઢ ખાતે ચેત્રી નવરાત્રીના બીજા દિવસે રવિવારની રજાના સમનવયને લઇ દોઢ લાખ ભક્તોએ 42 ડીગ્રી તાપમાન વચ્ચે એસટી બસ, રોપવે સહિત મંદિરમાં દર્શન માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહી અગ્નિ પરીક્ષા પાસ કરી ડુંગર પર બિરાજમાન મહાકાળીના ચરણોમાં શિસ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મોડી રાતથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો સેલાબ શરું થતા મંદિરના નિજ દ્વાર […]

Continue Reading